તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

દિલ્હીમાં પશુ પક્ષીઓ માટે જીવલેણ એવા બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ, પ્રાણી સંગ્રહાલય આગામી આદેશ સુધી બંધ રહેશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હીમાં પશુ પક્ષીઓ માટે જીવલેણ એવા બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. જેના પગલે દિલ્હીનો નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રાલયે જાહેર કરેલા આદેશ મુજબ દિલ્હી પ્રાણી સંગ્રહાલય આગામી આદેશ સુધી બંધ રહેશે.

આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બે સેમ્પલમાં બર્ડ ફ્લુની પૃષ્ટિ થઈ છે. નવી દિલ્હીના મથુરા રોડ પર સ્થિત રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય 30 ઓગસ્ટથી આગામી આદેશો સુધી મુલાકાતીઓ માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બંને સેમ્પલમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્જા વાઈરસની પુષ્ટિ થઈ છે. તેમજ પશુ પક્ષીઓની દેખરેખ અને સારવાર માટે અનેક સેવાઓ ચાલુ રહેશે.જોકે, તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બર્ડ ફ્લુની એસઓપીનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ બર્ડ ફ્લુ વધુ ના ફેલાય માટે જરૂરી પગલા લેવા માટે જણાવવામાં આવ્યું છે.

આ અંગે દિલ્હી પ્રાણી સંગ્રહાલયના નિર્દેશક સંજીત કુમારે જણાવ્યું કે, નવી દિલ્હીના પ્રાણી સંગ્રહાલયના જળ પક્ષી વિહારમાં બે સારસના મોત બાદ સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જયારે રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા ભોપાલે 28 ઓગસ્ટના રોજ રિપોર્ટ આપ્યો હતો. જેમાં બંને સેમ્પલમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્જા વાઈરસની પુષ્ટિ થઈ છે. જેની બાદ ઝૂના કર્મચારી તેના ચેપથી પશુ પક્ષીઓને બચાવવા માટે કાર્યવાહી શરુ કરી હતી.