તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

માતા અને દીકરીની ઘરમાં જ છરીના ઘા મારીને નિર્મમ હત્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

એનસીઆરટીના આંકડા પ્રમાણે હત્યાની ઘટનાઓમાં સહજ વધારો થઈ રહ્યો છે. ક્રાઇમ હવે સહજ કેમ થતો જાય છે? તે પણ એક પ્રશ્ન છે. દિલ્હીના રોહિણી સેક્ટર 17માં ચોંકવાનારી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘરની અંદર જ માતા અને દીકરીની ક્રુરતા પૂર્વક હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. માતા અને દીકરીની ઘરમાં જ છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીના તપાસ શરૂ કરી દીધી હતી.

પોલીસના જણાવ્યાં પ્રમાણે મૃતકની ઓળખ 27 વર્ષીય પ્રિયા અને તેની 63 વર્ષીય માતા કુસુમ સિન્હા તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે હત્યાનો આરોપ પ્રિયાના પતિ યોગેશ સહગલ પર થઈ રહ્યો છે. હત્યાની ઘટના બાદ તે ફરાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આખરે શા માટે આ હત્યા કરવામાં આવી? શું આ હત્યા પાછળ પ્રિયાના પતિ યોગેશ સહગલનો જ હાથ છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ પણ તેમાં સામેલ છે તે મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.દિલ્હી પોલીસે અત્યારે આ વિસ્તારને સીલ કરી લીધો છે. પ્રાથમિક તપાસ પ્રમાણે ઘરેલું વિવાદમાં આ વારદાત થઈ હોવાની શંકા છે, જો કે, તેમાં હજી કોઈ સત્તાવાર માહિતી પ્રકાશમાં આવી નથી. જો કે, પોલીસે કથિત આરોપી યોગેશ સહગલને શોધી રહી છે. તે ઝડપાયા બાદ આગળની જાણકારી મળી શકે છે. પરંતુ ધોળા દિવસે માતા અને દીકરીની હત્યા થઈ હોવાથી રોહિણી સેક્ટર 17માં અત્યારે ભયનો માહોલ છવાયો હતો.