અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ખોખરા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુન્હો નોંધીને તપાસ કરતાં અગમ્ય કારણોસર આંખે ઇજા કરી અને ગળું દબાવીને હત્યા કરી હતી. બનાવ અંગે ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. 
જોકે ફરિયાદીની માતાના મકાન માલિક ફોન કરીને જાણ કરી હતી કે તમારા માતા ઘરમાં મરણ ગયેલા છે, જેને લઇને યુવકે જઇને જોયું તો ઘરમાં તેમની માતા મરણ ગયેલી હાલતમાં પડેલા હતા. માતાના મૃતદેહને ઘરે લાવ્યા બાદ ખબર પડીને તેમની માતાને આંખે તથા ગળાના ભાગે ઇજાના નિશાન હતા. જેથી પોલીસને જાણ કરતાં ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી પીએમ કરાવતાં પીએમ રિપોર્ટમાં કોઇક અજાણી વ્યક્તિએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.




