તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તેલંગાણામાં ભયંકર માર્ગ અકસ્માત : બસ-ટ્રક સાથે અથડાતા 20 લોકોના કમકમાટી ભર્યા મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં આજે સોમવારે સવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજ્ય સરકારની રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (RTC)ની બસ એક કાંકરી ભરેલી ટ્રક સાથે અથડાતા 20 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે.અહેવાલ મુજબ તેલંગાણાના તંદુર ડેપોની બસ હૈદરાબાદ તરફ જઈ રહી હતી, જેમાં 70 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગે શાની-રવિવારની રજાઓ બાદ શહેર પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારા લોકો હતા. ચેવેલા મંડલ (બ્લોક) ના મિર્ઝાગુડા ગામ નજીક રોડ પર સામેથી આવતા ટ્રક સાથે બસ અથડાઈ અને પલટી ગઈ.

આ અકસ્માત વધુ ગંભીર એટલે બન્યો કેમ કે ટ્રકમાં લદાયેલી કાંકરી બસ ઢગલો થઇને પડી, જેના કારણે કેટલાક જીવિત મુસાફરો પણ નીચે દટાઈને મૃત્યુ પામ્યા. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે મુસાફરો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, સ્થાનિક લોકો બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. ત્યાર બાદ ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. કાટમાળ હટાવવા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્રણ જેસીબી એક્સકેવેટરની મદદ લેવી પડી હતી.પોલીસના જણાવ્યા મુજબ કે આ અકસ્માતમાં RTC બસ અને ટ્રકના ડ્રાઇવરો મૃત્યુ પામ્યા, મૃતકોમાં એક દસ મહિનાનું બાળક અને તેની માતાનો સમાવેશ થાય છે. ઘાયલોને ચેવેલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને હૈદરાબાદની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે. અકસ્માતને કારણે હૈદરાબાદ-બીજાપુર હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવંત રેડ્ડીએ આ અકસ્માત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને તાત્કાલિક બચાવ અને રાહત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.