Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કચ્છના લખપતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. લખપત તાલુકાના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ અચાનક ફાટયો હોવાનો કિસ્સો બન્યો હતો. જો કે કિશોરે સમયસૂચકતા વાપરીને મોબાઈલને ઘા કરી દીધો હતો છતાં કિશોરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જો કે ફોનને ફેંકી દીધા બાદ બે ધડાકા થયા હતા.

મળતી વિગતો અનુસાર, લખપત તાલુકાના ભાડરા ગામના રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન અચાનક ફાટયો હતો. ફોન ફાટતાં કિશોર તરત જ ફોનને ખિસ્સામાથી કાઢીને બહાર ફેંકી દીધો હતો. જો કે આ દરમિયાન કિશોરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જો કે ખિસ્સામાંથી ફેંકી દીધા બાદ બેક જેટલા ધડાકા થયા હતા.આ ઘટનાથી વાલીઓમાં ચિંતા જગાવી છે. આજના જમાનામાં જ્યારે વાલીઓ બાળકને મોબાઈલ હાથમાં રમકડાંની જેમ આપી દે છે. ત્યારે આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!