તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News : ગુજરાતની સ્કૂલોમાં ધૂળેટી, રામનવમી, ઈદ, ચેટી ચાંદની રજાની તારીખો બદલાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતની સ્કૂલોમાં ધૂળેટી, રામનવમી, ઈદ, ચેટી ચાંદની રજાની તારીખો બદલાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં રજાના કેલેન્ડરમાં સુધારો કરવામાં આવ્યો છે અને તમામ સંલગ્ન શાળાઓને શૈક્ષણિક સમયપત્રકમાં થયેલા ફેરફારો અંગે જાણ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.

જે મુજબ ધૂળેટીની રજા 3 માર્ચના રોજ હતી તેને બદલીને 4 માર્ચ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા રમઝાન ઈદ અને ચેટીચંદની રજાઓની તારીખોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના કેલેન્ડરમાં આ બંને રજાઓ 20 માર્ચના રોજ નક્કી કરવામાં આવી હતી. જોકે હવે ચેટીચંદની રજા 19 માર્ચના રોજ રહેશે, જ્યારે રમઝાન ઈદની રજા 21 માર્ચના રોજ રહેશે.આવી જ રીતે રામનવમીની રજામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ રજા 27 માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે 26 માર્ચના રોજ રામનવમીની રજા રહેશે. બોર્ડ દ્વારા આ ફેરફારો અંગે તમામ સંબંધિત શાળાઓને જાણ કરી દેવામાં આવી છે અને તે મુજબ તેમના શૈક્ષણિક કેલેન્ડર અપડેટ કરવા સૂચના આપી છે.