તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News: સરકારી નોકરીની ઘેલછાએ વધુ એક આશાસ્પદ યુવતીનો ભોગ લીધો: જૂનાગઢના વધાવી ગામમાં પૂનમ મારડિયાનો આપઘાત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વર્તમાન સમયમાં સરકારી નોકરી મેળવવાની સ્પર્ધા અને તેમાં મળતી નિષ્ફળતા યુવાનોને કેવા ગંભીર આત્મઘાતી કદમ તરફ ધકેલી રહી છે, તેનો વધુ એક કરુણ કિસ્સો જૂનાગઢના વધાવી ગામમાં પ્રકાશમાં આવ્યો છે. પોલીસ બનવાનું સપનું સેવતી ૨૧ વર્ષીય પૂનમ મારડિયાએ તાજેતરની ભરતીમાં નિષ્ફળતા મળતા માનસિક તણાવમાં આવી અંતિમ પગલું ભરી લીધું છે.

મૃતક પૂનમ છેલ્લા લાંબા સમયથી પોલીસ દળમાં જોડાવા માટે તનતોડ મહેનત કરી રહી હતી. તેની મક્કમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગત વર્ષની ભરતીમાં તેણે રાજકોટ ખાતે શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરી હતી, પરંતુ લેખિત પરીક્ષામાં માત્ર જૂજ માર્કસ માટે તે રહી ગઈ હતી. હિંમત હાર્યા વગર તેણે ફરી તૈયારી કરી હતી, પરંતુ ચાલુ વર્ષે રાજકોટ ખાતે યોજાયેલી ફિઝિકલ ટેસ્ટમાં તે નિષ્ફળ રહી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ જ્યારે પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા, ત્યારે પૂનમે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પરીક્ષામાં માત્ર એક કે બે માર્કસના તફાવતથી અટકી જવાના કારણે તે સતત માનસિક ચિંતામાં રહેતી હતી. સતત મહેનત છતાં નિષ્ફળતા મળતા તે ભાંગી પડી હતી.ઘટનાની જાણ થતા જ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ડી.એન. ચાચીયા અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક આશાસ્પદ દીકરીના અકાળે અવસાનથી વધાવી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.