તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

નવરાત્રીમાં માતમ: છત્તીસગઢના ખલ્લારી માતાના મંદિરે રોપ-વે તૂટતા રાયપુરની યુવતીનું કરુણ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શ્રદ્ધા કેન્દ્ર ખલ્લારી માતાના મંદિરે રવિવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચૈત્ર નવરાત્રીના પવિત્ર દિવસોમાં જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા હતા, ત્યારે પહાડી પરથી નીચે ઉતરી રહેલા રોપ-વેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં રાયપુરની 28 વર્ષીય આયુષી સાતકારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 7 મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ છે.

રવિવારે સવારે અંદાજે 10:00 વાગ્યે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શન કરીને રોપ-વે દ્વારા નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રોલીનો મુખ્ય તાર તૂટી ગયો હતો. ટ્રોલી પહાડીની વચ્ચેથી સીધી પથ્થરો પર પટકાતા ચીસાચીસ મચી ગઈ હતી. ટ્રોલીમાં સવાર આઠ લોકોમાંથી આયુષી નામની યુવતીનું મૃત્યુ થયું હતું. અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ ગંભીર હાલતમાં રાયપુર રિફર કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાની ગંભીરતાને જોતા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે સોશિયલ મીડિયા ‘X’ દ્વારા શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, “ખલ્લારી માતાના મંદિરે થયેલો અકસ્માત અત્યંત પીડાદાયક છે. તંત્રને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી છે.”મુખ્યમંત્રીએ આ મામલે મેઇન્ટેનન્સ અને સુરક્ષામાં થયેલી બેદરકારી અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.