તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

સોનગઢના હીરાવાડી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન તસ્કરોનો આતંક: ત્રણ ઘરોને નિશાન બનાવી રૂ.30,500ની ચોરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ તાલુકાના હીરાવાડી ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત તા. 17 એપ્રિલના રોજ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા અને બારીના સળિયા તોડી કુલ રૂ.30,500 ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

મળતી વિગત મુજબ, હીરાવાડી ગામના ડેરી ફળિયામાં રહેતા અને કડિયાકામ કરતા સંદિપભાઈ છનાભાઈ ગામીત (ઉ.વ.26) ગત શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે તેમના પડોશમાં રહેતા નિતેશભાઈ ગામીતના લગ્નમાં જમવા માટે ગયા હતા. રાત્રે અગીયાર વાગ્યે તેઓ જમીને પરત આવ્યા ત્યારે બધું સામાન્ય હતું. પરંતુ, મોડી રાત્રે અઢી વાગ્યે તેમના ભાઈ રવિન્દ્રએ જોતા ઘરનો સામાન વેરવિખેર હતો અને લોખંડના કબાટના દરવાજા ખુલ્લા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સે ઘરની બારીના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલો બચતના પૈસાનો પતરાનો ગલ્લો (ડબ્બો), જેમાંરૂ.20,000 રોકડા હતા, તેની ચોરી કરી હતી. ચોરીની ઘટનાની જાણ થતા ફળિયાના લોકો ભેગા થઈ ગયા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તસ્કરોએ સંદિપભાઈના પડોશીઓને પણ નિશાન બનાવ્યા હતા.દાઉદભાઈ જયતાભાઈ ગામીતના ઘરની છતના નળિયા ખસેડી તસ્કરો અંદર પ્રવેશ કરી કબાટમાંથી રૂ.10,000 ની ચોરી કરી હતી.જયારે રમીલાબેન નગીનભાઈ ગામીતના ઘરની બારીના સળિયા તોડીને કબાટમાં રાખેલા રૂ.500 ની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સંદિપભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.