તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ભારત દ્વારા નિકાસ પ્રતિબંધને કારણે વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઊંચે જવાની શકયતા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તારીખ ૩૦ સપ્ટેમ્બર અથવા નવો આદેશ જારી ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘર આંગણે ખાંડનો પૂરવઠો જાળવી રાખવા ભાવને નીચા રાખવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે. ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન પ્રમાણે,  સરકારે ખાંડની નિકાસને મર્યાદિતમાંથી પ્રતિબંધિત યાદીમાં આવરી લીધી છે. આદેશ પ્રમાણે દેશમાંથી કાચી, વ્હાઈટ તથા રિફાઈન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ આદેશ ૩૦ સપ્ટેમ્બર અથવા નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી અમલી રહેશે. ખાંડનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતા છે ત્યારે તેના ભાવમાં વધારો ન થાય તેની સરકાર ખાતરી રાખવા માગે છે.

અમેરિકા તથા યુરોપને ટીઆરક્યુ અને સીએકસએલ કવોટા હેઠળ મંજુર કરાયેલ ખાંડની નિકાસને નવો આદેશ લાગુ નહીં થાય તેમ સરકારે સ્પષ્ટતા કરી છે. એડવાન્સ ઓથોરાઈેઝેશન સ્કીમ તથા સરકાર દ્વારા સરકારને અન્ન સલામતિ માટે કરાતી નિકાસને પણ આદેશમાંથી મુક્તિ અપાઈ છે. ૨૦૨૫-૨૬ના ઓકટોબરથી સપ્ટેમ્બરની વર્તમાન ખાંડ મોસમમાં સરકારે  અગાઉ  ૧૫.૮૭ લાખ ટન ખાંડ નિકાસ છૂટ આપી હતી. વર્તમાન મોસમ માટે સરકારે પહેલા પંદર લાખ ખાંડ નિકાસની પરવાનગી આપી હતી.

ત્યારબાદ વધુ પાંચ લાખની છૂટ આપવા નિર્ણય લેવાયો હતો પરંતુ મિલો તરફથી મંદ માગને કારણે છેવટે વધારાની પાંચ લાખમાંથી ૮૭૫૮૭ ટન વધુ ખાંડને નિકાસ માટે છૂટ અપાઈ હતી. વર્તમાન મોસમમાં અત્યાર સુધીમાં ૬.૫૦ લાખ ટન ખાંડ નિકાસ થઈ ગયાનું સ્થાનિક સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. આ ઉપરાંત બીજી ૪૦,૦૦૦-૬૦,૦૦૦ ટન ખાંડ નિકાસની પ્રક્રિયામાં હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન મોસમમાં દેશમાં  ખાંડ ઉત્પાદન અંદાજ ૨.૮૨ કરોડ ટનનો  મુકાયો છે. દરમિયાન ભારત દ્વારા નિકાસ પ્રતિબંધને કારણે વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઊંચે જવાની શકયતા જોવાઈ રહી છે.