ઉચ્છલ ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 દરમિયાન નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે એક નાનકડી દીકરીને ગોદમાં તેડી, મોં મીઠું કરાવી અને સ્કૂલ બેગ અર્પણ કરીને તેના શૈક્ષણિક જીવનનો શ્રીગણેશ કરાવ્યો હતો. મંત્રીશ્રીના આ સ્નેહસભર વર્તને ઉપસ્થિત ગ્રામજનોને ભાવવિભોર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે વાલીઓ સાથે આત્મીય સંવાદ કરી દીકરો-દીકરી બંનેના શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને શિક્ષણથી પરિવાર તથા સમાજની સ્થિતિમાં પરિવર્તન આવી શકે હોવાનું જણાવ્યું.




