ગાંધીનગર: રાજ્યની શિક્ષક શિક્ષણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા Indian Institute of Teacher Education (IITE) માટે ગાંધીનગરમાં રૂ.127 કરોડના ખર્ચે નવા અદ્યતન ભવન અને આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી Bhupendra Patelએ શિક્ષણમંત્રી Pradyumansinh Jadeja તથા રાજ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં નવા કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું.નવી યોજનામાં આધુનિક એકેડેમિક બિલ્ડિંગ, ફેકલ્ટી બ્લોક, સાયન્સ લેબોરેટરી, સેમિનાર હોલ, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ લાઇબ્રેરી, મ્યુઝિયમ, રમતગમતની સુવિધાઓ તેમજ 600થી વધુ વિદ્યાર્થીઓને સમાવી શકે તેવી તમામ આધુનિક સુવિધાસભર હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આ માત્ર નવા ભવનના નિર્માણની શરૂઆત નથી, પરંતુ દેશને શ્રેષ્ઠ અને વૈશ્વિક સ્તરના ‘રાષ્ટ્ર નિર્માતા’ શિક્ષકો આપવાના નવા યુગની શરૂઆત છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન Narendra Modiના દુરંદેશી વિઝનથી વર્ષ 2010માં સ્થાપિત IITEને હવે નવી શિક્ષણ નીતિ (NEP-2020)ના અનુસંધાનમાં મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી તરીકે વિકસાવવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી રૂ. 127 કરોડની ગ્રાન્ટથી કેમ્પસમાં આધુનિક શૈક્ષણિક અને સંશોધન માળખું ઊભું થશે, જેનાથી શિક્ષક શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે. સાથે જ વિવિધ વિષયોને આવરી લેતી સાત નવી યુનિવર્સિટી સ્કૂલ્સની રચના કરીને સર્વગ્રાહી શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે.
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી Trikambhai Chhangaએ જણાવ્યું કે, IITE માત્ર શિક્ષક તૈયાર કરતી સંસ્થા નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રે નવી વિચારસરણી અને સંશોધન દ્વારા આધુનિક ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Vadnagarની B.N. High Schoolમાં અભ્યાસ દરમિયાન જેમની પાસેથી શિક્ષણ મેળવ્યું હતું તે શિક્ષકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ITEP અભ્યાસક્રમનું ડિજિટલ વિમોચન પણ કરવામાં આવ્યું હતું.સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લ, IITEના પ્રોફેસરો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




