હૂથીઓએ એડન સ્થિત યમનના પ્રમુખના મહેલ અલ-આશિક ઉપર જોરદાર હુમલો કરતાં બેના મૃત્યુ થયાં હતાં, અને છથી વધુને ઇજાઓ થઇ હતી. યમનના મંત્રી મંડળના યુવાનો અંગેના મંત્રી નશીફ સાબેર અલ-બાક્રીએ કહ્યું હતું કે, પાટનગર એડનમાં થયેલ આ હુમલામાં મંત્રી મંડળના એક પણ સભ્યને કશી પણ ઇજા થઈ ન હતી. જોકે હૂથીઓએ સઉદી અરબસ્તાનમાં રહેલી આરમાકોના ઇન્ફ્રાસ્ટ્રકચર્સ ભાંગી પડી હતી.

તેના પહેલા દિવસે હૂથીઓએ સિયાદ સ્થિત આંતરરાષ્ટ્રીય વિમાનગૃહ-કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ભારે નુકસાન કર્યું હતું. હૂથી મિસાઇલ્સથી એરપોર્ટ પરનો રન વે તેમજ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગને પણ ભારે નુકસાન થયું હતું. તેથી સઉદી અરેબિયાને તે એરપોર્ટ કેટલોક સમય બંધ રાખવું પડયું હતું. ઇરાનના પીઠબળવાળા આ હૂથીઓ અત્યંત પ્રબળ બની ગયા છે. તેમણે સઉદી અરબનું જાસૂસી વિમાન પણ તોડી પાડયું હતું. જ્યારે સઉદી અરબના સૈન્યના પ્રવકતા મેજર જનરલ તૂર્કી અલ મલિકીએ હુથી હુમલાઓની દ્રષ્ટિએ નાગરિકોને ઘરની બહાર નીકળી જવા જણાવ્યું હતું.(સૌજન્ય)




