Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કાલાવડના રવેશિયા ગામ નજીકથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગરના કાલાવડ તાલુકાના રવેશિયા ગામ નજીક ડેમ પાસે 66 KVના વીજપોલના લોખંડના એંગલ સાથે લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. સફેદ પ્લાસ્ટિકની દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલ આ મૃતદેહ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકાના રવેશિયા ગામથી હસ્તળ ગામ તરફ જતા માર્ગ પર આવેલ ડેમ નજીક વીજપોલના લોખંડના એંગલ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. રવેશિયા ગામના ડેમ પાસે આવેલા 66 કે.વી.ના વીજપોલના લોખંડના એંગલ સાથે સફેદ રંગની પ્લાસ્ટિકની દોરી બાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી હતી. મૃતકના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)