જર્મનીથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં હાઇજેકિંગની એલર્ટ આપવામાં આવી હતી, જેને પગલે બાદમાં આ ફ્લાઇટને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે તપાસ કરતા આ એલર્ટ જુઠી હોવાનું સામે આવ્યું હતું.
જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ ૭૮૭-૯માં આશરે ૨૯૩ મુસાફરો અને ૧૩ ક્રૂ સવાર હતા. સવારે ૯.૩૫ કલાકે જયપુર એરપોર્ટ પર ઉતરી હતી.
ત્યારબાદ તમામ મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લઇ જવાયા હતા અને તપાસ કરવામાં આવી હતી. જોકે હાઇજેક અંગેની જે એલર્ટ મળી હતી તે જુઠી નીકળી હતી. તપાસમાં કઇ જ જોખમકારક ના મળતા અંતે ફ્લાઇટને દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ફ્લાઇટના પાયલટે કોડ ૭૫૦૦નો સંદેશો મોકલ્યો હતો જે સામાન્ય રીતે ગેરકાયદે પ્રવૃત્તિ માટે જાણીતો છે. આ એલર્ટ આપવામાં આવી ત્યારે ફ્લાઇટ મુંબઇ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનમાં હતી. બાદમાં જ તેને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી(સૌજન્ય)




