અમદાવાદ: રાજ્યની શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સેન્ટરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પોલીસ મહાનિર્દેશક (DGP) જી. એસ. મલિકે CCTV કેમેરા લગાવવા આદેશ આપ્યો છે. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ સંસ્થાઓએ મુખ્ય પ્રવેશદ્વાર, કોરિડોર, પાર્કિંગ વિસ્તાર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવાના રહેશે.
રાજ્યભરમાં CCTV વ્યવસ્થાની ચકાસણી સ્થાનિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીની ટીમો સંયુક્ત રીતે કરશે. નિયમોનું પાલન નહીં કરતી સંસ્થાઓને શો-કોઝ નોટિસ ફટકારવા સહિત નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ( Courtesy)




