Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી-રશિયા સાથેનું યુદ્ધ યુક્રેનને આગામી વર્ષે ૧૭૪ અબજ ડોલરમાં પડશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રશિયા સાથેનું યુદ્ધ યુક્રેનને આગામી વર્ષે ૧૭૪ અબજ ડોલરમાં પડશે, આ શબ્દો બીજા કોઈના નહીં પરંતુ યુદ્ધગ્રસ્ત યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીના છે. તેમાથી તેમના દેશને યુરોપ પાસેથી કમસેકમ ૮૦ અબજ ડોલરની તાત્કાલિક મદદની જરૂર છે. હવે યુક્રેનને મદદ કઈ રીતે કરવી તેને લઈને પણ આખુ યુરોપ વિચારી રહ્યુ છે. નાટો દેશની સરહદમાં બ્લેક સીમાં હુમલા થતાં ખળભળાટ મચી ગયો છે. નાટો દેશોને લાગી રહ્યુ છે કે યુક્રેનને સમર્થન આપવા બદલ રશિયા તેમને સજા કરવા માંગે છે. લોકો પૂછી રહ્યા છે કે, એક અંતવિહીન યુદ્ધમાં શા માટે યુરોપીયન દેશો તેમનો મૂડી ઠાલવી રહ્યા છે અને તેમની પ્રજાને આવશ્યક સેવાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. યુક્રેનના લીધે જ યુરોપ રશિયાના આક્રમણથી બચ્યું છે તેવી ઝેલેન્સ્કીની દલીલ હવે યુરોપના કેટલાય પ્રજાજનો સ્વીકારવા તૈયાર નથી.

આજે યુરોપમાં મોંઘવારી માઝા મૂકી રહી છે તે સંજોગોમાં ઝેલેન્સ્કીને મદદ કેટલી હદ સુધી જારી રાખવી તે યુરોપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ઝેલેન્સ્કીએ યુરોપની આ જ ચિંતાનું પ્રતિબિંબ પાડતા જણાવ્યું હતું કે હું તો આજે પણ યુદ્ધ ખતમ કરવા તૈયાર છું, બસ યુરોપ તેમના ભાગીદાર અમેરિકાને કહે કે તે પુતિન પર દબાણ લાવીને યુદ્ધ ખતમ કરાવે. મારા પર દબાણ ન લાવે. અમે આક્રમણખોર નથી. આ ઉપરાંત ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે સ્ટારલિંકે તેની સ્પીડ વધારી છે, પરંતુ તે હજી પણ પહેલા જેટલી નથી, પરંતુ પહેલા જેટલી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્લેક સીમાં આ મહિને કુલ સાત કાર્ગો જહાજ પર ડ્રોન હુમલા થયા છે, આ જહાજ નાટોના સભ્ય દેશ રોમાનિયા અને બલ્ગેરિયાની દરિયાઈ સરહદમાં હતા.

આના પગલે નાટોના કેટલાક સભ્યોને આશ્ચર્ય થઈ રહ્યુ છે કે રશિયન પ્રમુખ પુતિન યુક્રેનને યુદ્ધમાં મદદ કરનારા નાટો દેશોને સજા કરવા ઇચ્છે છે કે શું. આ હુમલા બંને દેશના એકસ્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં થતાં વૈશ્વિક શિપિંગ રુટ પર પાછું જોખમ સર્જાયુ છે અને તેમા બેના મોત થયા હતા અને હજી પણ ૨૫ જણા ગુમ છે. બીજી બાજુએ રશિયાએ એકસાથે યુક્રેનના નવ પ્રાંત પર હુમલો કર્યો છે. આ હુમલામાં સંખ્યાબંધ ઘરોને નુકસાન થયું છે. સંખ્યાબંધ લોકો ઇજા પામ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રશિયાના હુમલામાં નાગરિકોના મોતની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનો આ વર્ષે નાગરિકોના મોતની સંખ્યામાં ૮૫ ટકા વધારો થયો છે. સપ્ટેમ્બરમાં રશિયાના હુમલામાં કમસેકમ ૩૨૮ યુક્રેનિયન નાગરિકોના મોત થયા હતા અને ૨,૧૦૫ને ઇજા થઈ હતી. રશિયાના તીવ્ર બનેલા હુમલામાં બાળકો સહિત નાગરિકોના હુમલામાં વધારો થયો છે. ઓક્ટોબરના પ્રથમ બે પખવાડિયાના અંતે જ સંખ્યાબંધ યુક્રેનિયન નાગરિકો રશિયન હુમલામાં માર્યા ગયા છે.

યુક્રેને પણ રશિયાને વળતો જવાબ આપતા સ્થાનિક સ્તરે બનાવેલા લાંબી અંતરના ડ્રોન વડે હુમલો કરતા રશિયાએ મોસ્કોનું એરપોર્ટ પર અસર પડી હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓએ યુક્રેને રશિયાના વિવિધ પ્રાંતો પર કરેલા ડ્રોન એટેકમાં કુલ ૬૪૪ ડ્રોનને આંતર્યા હતા. ડ્રોન એટેકના લીધે મોસ્કોના એરપોર્ટ પર ૨૦૦થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી. સેન્ટ પીટર્સબર્ગ એરપોર્ટ પર ૪૬ ફ્લાઇટ રદ કરવી પડી હતી.(સૌજન્ય)