લિપાન સીટીનાં એરફાર્સ બેઝ ઉપર બે ટ્રેનર વિમાનો એકબીજા સાથે અથડાઈ પડયાં હતા. ફીલીપાઈન્સ એરફોર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, સાથે શોક પણ દર્શાવવામાં આવ્યો હતો. હવે પછી દરેક ટ્રેનર વિમાનોની પૂરેપૂરી તપાસ કરીને જ તેને ઉડાડવાની પરવાનગી આપવા એરફોર્સે નિર્ણય લીધો છે. સ્થાનિક મીડિયા જણાવે છે કે, આ અકસ્માત એરફોર્સ-બેઝ ઉપરનાં આકાશમાં જ થયો તેથી આસપાસ તો કોઈ નુકસાન થયું ન હતું. જોકે એરફોર્સ અધિકારીઓએ તુર્ત જ મૃત્યુ પામેલા પાયલોટ્સના કુટુમ્બીજનોનો સંપર્ક સાધી તેમને આશ્વસ્ત કર્યા હતા. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનો- એસ.એફ.-૨૬૦, હળવા પ્રકારનાં વિમાનો છે. તે ઇટાલીમાં ડીઝાઈન કરવામાં આવે છે.
આ વિમાનો ૧૯૬૦માં બનાવવામાં આવ્યાં હતાં. તેથી તેઓ પ્રમાણમાં ઘણાં જ જૂના પણ થઈ ગયા હતા. તે માત્ર ટ્રેનિંગ માટે જ ઉપયોગમાં લેવાતાં હતા. તે વિમાનમાં બે પાયલોટ બેસી શકે તેવી જ વ્યવસ્થા હોય છે. તેમાં પિસ્ટનવાળું એન્જિન હોય છે. આમ છતાં તે એક્રોબેટિક-કેપીસીટીવાળું છે. ફીલીપીનો એરફોર્સ તેનો ઘણા સમયથી ઉપયોગ કરે છે. ૨૦૧૭માં મરાવી-સીટી ઓપરેશનમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. આ વિમાનો હળવા હોવા છતાં ઝડપી પણ છે. તેથી તેની લોકપ્રિયતા વધુ છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તે પૈકીનાં કેટલાંએ વિમાનો ક્ષતિગ્રસ્ત થતાં રહ્યાં છે. ચાર મહિના પહેલાં જ એક એસ.એફ.-૨૬૦ વિમાન ક્રેશ થયું હતું તેમાં બંને પાયલોટ માર્યા ગયા હતા. ૨૦૨૩માં પણ આવી જ દુર્ઘટના બની હતી.(સૌજન્ય)




