Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારતના જાણીતા વૈજ્ઞાનિક અને પ્રોફેસર અશોક સેનને વિશ્વનો પ્રતિષ્ઠિત ઓસ્કર ક્લેન મેડલ ૨૦૨૬ મળ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતના જાણીતા વૈજ્ઞાનિક અને પ્રોફેસર અશોક સેનને વિશ્વનો પ્રતિષ્ઠિત ઓસ્કર ક્લેન મેડલ ૨૦૨૬ મળ્યો છે. તેની સાથે આ સન્માન મેળવનારા તે પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક બન્યા છે. બેંગ્લુરુના થિયોરેટિકલ ફિઝિસિસ્ટ અશોક સેન ભારતના ટોચના વૈજ્ઞાનિકોમાં એક છે. તેમના સ્ટ્રિંગ થિયરીમાં શાનદાર ફાળો આપવા બદલ આ મેડલ આપવામાં આવ્યો છે. સેન પહેલા ઘણા નોબેલ પુરસ્કાર વિજેતાઓ અને સ્ટીફન હોકિંગ તેમજ પીટર હિગ્સ જેવી મહાન હસ્તીઓને આ એવોર્ડ મળી ચૂક્યો છે. સ્ટ્રિંગ થિયરી પર પોતાના શાનદાર પ્રદાનને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રોફેસર સેન સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીમાં ગ્રેવિટી ફ્રોમ સ્ટ્રિંગ્સ એન્ડ સ્ટ્રિંગ્સ ફ્રોમ ગ્રેવિટી પર એક શાનદાર લેક્ચર આપ્યું હતું. અશોક સેન ટાટા ઇન્સ્ટિટયુટ ફોર ફંડામેન્ટલ રિસર્ચના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સીઝમાં કામ કરે છે.

તે વિશ્વભરમાં સ્ટ્રિંગ થિયરીના આગેવાનોમાં એક માનવામાં આવે છે. સ્ટ્રિંગ થિયરી ફિઝિક્સની એડવાન્સ બ્રાન્ચ છે. તેમને વિશ્વભરમાં સ્ટ્રિંગ થિયરીના આગેવાનોમાં એક માનવામાં આવે છે. સ્ટ્રિંગ થિયરી ફિઝિક્સની એક એડવાન્સ્ડ બ્રાન્ચ છે, જે બ્રહ્માંડના બધા રહસ્યોને યુનિફાઇડ થિયરી દ્વારા સમજવાનો પ્રયત્ન કરે છે. આઇસીટીએસના વિજ્ઞાની દીપક ધરે થોડા મહિના પહેલાં જ ડિરાક મેડલ મેળવ્યો તેના પછી પ્રોફેસર સેનને આ એવોર્ડ મળ્યો છે. દીપક ધર આ એવોર્ડ મેળવનારા સેન પછી બીજા ભારતીય વિજ્ઞાની બન્યા છે. સેનને ૨૦૧૨માં એકેડેમીમાં વિશ્વમાં સૌથી વધુ ઇનામી રકમવાળો પ્રથમ બ્રેકથુ્ર પ્રાઇઝ ઇન ફંડામેન્ટલ ફિઝિક્સનું ઇનામ પણ મળી ચૂક્યું છે. તેની ઇનામી રકમ ફિઝિક્સના નોબલ ઇનામથી લગભગ ત્રણ ગણી છે. સેનને ૧૪ વર્ષ પહેલા મળેલા આ એવોર્ડમાં ૩૦ લાખ ડોલર એટલે કે લગભગ ૨૮ કરોડ રૂપિયા મળ્યા હતા. સેન કોલકાતાની બંગાળી માધ્યમથી અમેરિકા સુધી પહોચ્યા હતા.

તેમણે ૧૯૭૫માં પ્રેસિડેન્સી કોલેજમાં બીએસસી સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેના પછી તેમણએ આઇઆઇટી કાનપુરમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. આઇઆઇટી પછી તેમનું જીવન બદલાઈ ગયું. આગળના અભ્યાસ માટે તેમને અમેરિકાની સ્ટોનીબુ્રક યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. અહીંથી તેમણે પીએચડી કર્યુ હતુ. તેમણે ફર્મિલેબ અને સ્ટેન્ફોર્ડ જેવી વિશ્વની ટોચની પ્રયોગશાળામાં રિસર્ચ કર્યુ. તેમની પાસે વિદેશમાં સારામાં સારી તકો હતી. જો તે ઇચ્છતા હોત તો અમેરિકામાં જ મોટા પગારવાળી નોકરી અને શાનદાર જીવન પસંદ કરી શક્યા હોત, પણ તેમણે માતૃભૂમિની સેવા કરવાનું પસંદ કર્યુ. તેથી તે અમેરિકાથી ભારત પરત આવ્યા. બેંગ્લુરુ આવતા પહેલા સેને મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટયુટ અને પ્રયાગરાજમાં હરીશચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં પોતાનું રિસર્ચ કાર્ય કર્યુ હતું. પ્રયાગરાજમાં તે પોતાની સંસ્થામાં સાઇકલ પર જ આવતા જતા હતા. તે અત્યંત સાદગીસભર જીવન જીવે છે. તેમના પિતા ભૌતિક વિજ્ઞાનના શિક્ષક હતા. સેન કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર નથી.(સૌજન્ય)