તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર શરૂ કરવામાં આવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જાપાનના નાકા નોર્થમાં વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર એક ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું છે.જાપાનના ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ અત્યારે આખી દુનિયામાં છે. અને તે બધા ન્યુક્લિયર ફિશન પર ચાલે છે. એટલે કે તે ન્યુક્લિયર ફ્યુઝનથી ઉર્જા ઉત્પન્ન કરી રહ્યું છે. જેના દ્વારા બે અણુઓ જોડાય છે, આ ન્યુક્લિયર રિએક્ટરનું નામ JT-60SA છે. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે જેથી કરીને સુરક્ષિત રીતે અને કાર્બન-મુક્ત ઊર્જા ઉત્પન્ન કરી શકાય. જો કે હાલમાં આ એક પ્રયોગની રીતે કરવામાં આવ્યું છે, જે બાદમાં લોકો અથવા દેશની જરૂરિયાતો અનુસાર મોટા પાયે સ્થાપિત કરી શકાય છે. જો ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મળે છે તો તે ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત પદ્ધતિ સાબિત થશે.

આ રિએક્ટર છ માળનું ઊંચું છે. તેમાં મુખ્યત્વે ડોનટના આકારનું વેસલ લગાવવામાં આવે છે. જેને ટોકામાક કહેવામાં આવે છે. જેની અંદર પ્લાઝ્માને ખૂબજ ઝડપથી ફેરવી શકાય છે. આ પ્લાઝ્માનું તાપમાન 20 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.આ રિએક્ટર યુરોપિયન યુનિયન અને જાપાન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફ્રાન્સ પણ વધુ શક્તિશાળી ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવામાં વ્યસ્ત છે. જેનું નામ છે ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) રાખવામાં આવ્યું છે.

જો કે આ બંને પ્રોજેક્ટનો હેતુ સમાન છે. પરંતુ ITERની સમસ્યા એ છે કે તે બજેટ કરતાં વધી ગયું છે. બાંધકામમાં પણ વિલંબ થઈ રહ્યો છે. અનેક પ્રકારની ટેકનિકલ સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યું છે. JT-60SAના ડેપ્યુટી પ્રોજેક્ટ લીડર સેમ ડેવિસનું કહેવું છે કે આ મશીન લોકોમાં ફ્યુઝન એનર્જી તરફ લાવશે. હાલમાં 500 જેટલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો તેને બનાવવામાં રોકાયેલા છે. આ વિશ્વમાં સૌથી અદ્યતન ટોકામાક છે. આ ટેક્નોલોજી આખી દુનિયા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.