તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

બુલેટ પર દારૂનું વહન કરતો ઈસમ ઝડપાયો, કુલ રૂપિયા 94,100/-નો મુદ્દામાલ કબ્જે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં પરોઠા હાઉસ ખાતેથી બુલેટ પર વગર પાસ પરમિટે વિદેશી દારૂની બોટલો લઈ જતો એક ઈસમ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબસોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુના અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન રાહે બાતમી મળી હતી કેલક્કડકોટ તરફથી એક ઈસમ રોયલ ઈનફિલ્ડ બુલેટ નંબર GJ/26/AA/4962 પર પ્રોહી. મુદ્દામાલ ભરી લાવનાર છે.

 

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો પરોઠા હાઉસ પાસે છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી રોયલ ઈનફિલ્ડ બુલેટ બાઈક આવતાં જોઈ ઈશારો કરતા બાઈક ચાલકે બાઈક ઉભી રાખતા તેનું નામ પૂછતા તેણે પોતાનું નામસુરેશભાઈ ભક્તુભાઈ ચૌધરી (ઉ.વ.42., રહે.પીપળકુવા ગામબંધારી ફળિયુંતા.સોનગઢ)નાં જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકની આગળ મુકેલ કાપડની થેલીમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આમપોલીસે વિદેશી દારૂ, 2 નંગ મોબાઈલ અને રોયલ ઈનફિલ્ડ બુલેટ બાઈક મળી કુલ રૂપિયા 94,100/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ સુરેશ ચૌધરી વિરુધ્દ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.