તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂ ભરી કડોદરા લઈ જતો નવાપુરનો યુવક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડળ ટોલનાકા પાસેના નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતાં ટ્રેક પર જાહેરમાં શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂ ભરી કડોદરા ખાતે લઈ જતો નવાપુરનો એક યુવક ઝડપાયો હતો અને દારૂનો જથ્થો ભરી આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબતાપી LCB પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કેએક સફેદ કલરની બોલેરો પીકઅપ ટેમ્પોમાં એક ઈસમ મહારાષ્ટ્રના નવાપુરથી શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ થનાર છે. જે બાતમીના આધારે સોનગઢનાં નેશનલ હાઈવે-53 પર માંડલ ટોલનાકા ખાતે સોનગઢથી વ્યારા તરફ જતાં ટ્રેક પર અલગ-અલગ છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ  પીકઅપ ટેમ્પો નંબર GJ/05/BV/0547ને આવતાં જોઈ કોર્ડન કરી ટેમ્પોને સાઈડમાં ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામજાકિર રમઝાન શેખ (ઉ.વ.30., રહે.દેવળ ફળિયુંનવાપુર)નાં જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં પાછળનાં ભાગે જોતા પ્લાસ્ટીકની થેલીઓમાં શાકભાજી ફુલાવર ભરેલ હોય જે શાકભાજી થેલીઓની નીચેના ભાગે જોતા ખાખી કલરના પુંઠાના બોક્ષમાં અલગ અગલ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 2,148 બોટલો મળી આવી હતી.

જોકે ઝડપાયેલ ઈસમને વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કેઆ દારૂનો જથ્થો નવાપુર ખાતેના અમિત અગ્રવાલ નાંએ શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂ ભરી આપેલ હતો અને આ દારૂનાં જથ્થા સાથે કડોદરા દસ્તાન ફાટકથી આગળ સર્વોતમ હોટલ પાસે પહોંચી ઉભા રહેવાનું હતું. આમપોલીસે ઈંગ્લીશ દારૂની 2,148 બોટલો જેની કિંમત રૂપિયા 2,67,600/-, 1 નંગ મોબાઈલફલાવર અને ટામેટાનાં શાકભાજીની પ્લાસ્ટિકની થેલી નંગ-30 જેની કિંમત રૂપિયા 6,000/- અને ટેમ્પો જેની કિંમત રૂપિયા 5,00,000/- મળી કુલ રૂપિયા 7,78,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અનિરુદ્ધસિંહ સોલંકીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ નવાપુરનાં જાકિર શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીજયારે દારૂનો મુદ્દામાલ ભરી આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.