Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારા : ઉકાઈ ડાબા કાંઠાની કેનાલ પાસે ગૌ માંસ મળી આવ્યું, અજાણ્યા સામે ગુનો દાખલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ગોલ્ડન નગર પાનવાડી ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની કેનાલ પાસેથી તારીખ 10/12/2023નાં રોજ મોડી સાંજે વ્યારા પોલીસને કોઈ અજાણ્યા ઇસમે 20 કિલો જેટલું પશુનું માંસ કોઈ પણ પાસ પરમિટે કે સમક્ષ અધિકારીના પ્રમાણપત્ર વિના એક પ્લાસ્ટીકની મીણીયા કોથળીમાંથી મળી આવી હતી. જેથી પોલીસે પશુ દવાખાનું સ્થળ ઉપર બોલાવી શંકાસ્પદ માંસમાંથી 500 ગ્રામ જેટલું માંસ લઈ સુરત ખાતે FSLમાં મોકલવામાં આવ્યું હતું જેનું પરિણામ ગૌ માંસ તરીકે ઓળખાઈ આવેલ હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.