મનિષા એસ. સુર્યવંશી/તાપીએ : સોનગઢનાં નાના કાકડકુવા ગામનાં ડુંગરી ફળિયામાં જૂની વાતની અદાવત રાખી મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે ગુનો નોંધવામાં આવતાં પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં નાના કાકડકુવા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા બીન્યામીનભાઈ લાછીયાભાઈ ગામીત નાંઓ રવિવારના રોજ મોડી સાંજે ગામનાં જ હનોકભાઈ ગમનભાઈ ગામીત નાંએ તેમના પિતા ગમનભાઈને દૂધ ડેરીના પ્રમુખ પદેથી હટાવી દીધેલ હોય જે વાતની અદાવત રાખી બીન્યામીનભાઈ અને તેમના ભાઈ ફિલિપભાઈ નાંઓને બેટ તથા લાકડી વડે મારમારી તેમજ બીન્યામીનભાઈની માતા રામીબેનને અને પરેશભાઈ રતિલાલભાઈ ગામીત નાઓને ઢીક મુક્કા લાતનો હનોકભાઈ અને તેમના પિતા ગમનભાઈ ગામીત તથા અભિષેકભાઈ હનોકભાઈ ગામીત નાંઓએ મારમારી શરીરે વત્તી ઓછી ઈજાઓ પહોંચાડી હતી અને ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે બીન્યામીનભાઈ નાંએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



