Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ED Raid : ચંદીગઢ, મોહાલી અને પંચકુલા તેમજ હિમાચલ પ્રદેશમાં દરોડા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ED દ્વારા પંજાબ, હરિયાણા અને હિમાચલના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA)માં ખોટા રિફંડ લેવાના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDની ટીમો ચંદીગઢ, મોહાલી અને પંચકુલા અને હિમાચલ પ્રદેશમાં પણ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, EDની ટીમે 18 વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ દરોડા હુડામાં કથિત રૂપિયા 70 કરોડના નકલી રિફંડ કૌભાંડ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. હુડા હવે ‘હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી’ તરીકે ઓળખાય છે. હુડાના ઓછામાં ઓછા 6 અધિકારીઓ EDનાં રડાર પર છે. ED દ્વારા ઘણાં પ્રોપર્ટી ડીલરોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDની ટીમ પંચકુલાના સેક્ટર 20માં દરોડા પાડી રહી છે. 2015થી 2019 દરમિયાન ખોટી રીતે નાણાં એકત્ર કરવાને કારણે કરોડો રૂપિયાના રિફંડ કૌભાંડનો મામલો છે.