તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

અભિનેત્રી કંગના રનૌતની બહુચર્ચિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ જૂન 2024ની 14 તારીખે રિલીઝ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોલીવૂડની બેબાક અદાકારા કંગના રનૌતની બહુચર્ચિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી એકટ્રેસે ફિલ્મને લઇને પોસ્ટર સાથે રિલીઝ ડેટ પણ કહી  છે. આ ફિલ્મના પોસ્ટર અને રિલીઝ ડેટની જાહેરાત કરતા અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ લખી છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કંગના રનૌવતે આ ફિલ્મના પોસ્ટરને શેર કરતાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી હતી. પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, ‘અમે લાવી રહ્યા છીએ એવી સ્ટોરી જે ભારતના સૌથી કાળા પાનાને ઉજાગર કરશે.

તારીખ 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં ઈમરજન્સીની જાહેરાત. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી. આ ફિલ્મનું પોસ્ટરમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અવતારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ આ વર્ષે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા કંગના રનૌત છે. આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા કંગના રનૌત છે. આ બાયોપિક શરૂઆતમાં ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મની રીલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી હતી.

ફિલ્મમાં કંગના રનૌતની પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં 1975થી 1977 સુધીના લગભગ 21 મહિનાના ઈમરજન્સી પીરિયડને સ્ક્રીન પર લાવવામાં આવશે. કંગના રનૌતની આ ફિલ્મનું ટીઝર પણ ઘણું પસંદ કરવામાં આવ્યું છે. કંગના અને તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, કંગના રનૌત સિવાય અનુપમ ખેર, મહિમા ચૌધરી, સતીશ કૌશિક અને મિલિંદ સોમન જેવા ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ પહેલા કંગના રનૌત ફિલ્મ ‘તેજસ’માં જોવા મળી હતી.