Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વલસાડ આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ સ્થળે માર્ગ સલામતી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ આરટીઓ કચેરી દ્વારા વિવિધ સ્થળે માર્ગ સલામતી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા નેશનલ રોડ સેફટી માસ – ૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને આરટીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ શહેરની જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય ખાતે ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓને અધિકારીઓ દ્વારા ટ્રાફિકના નિયમો અને કાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વલસાડ આરટીઓ કચેરી દ્વારા ધરમપુરના ફિટનેસ કેમ્પમાં આવતા વાહનોના ડ્રાઇવરોને માર્ગ સલામતી તેમજ રેડિયમ રિફ્લેકટરની સલાહ અને સમજણ આપી અને વાહનો પર રેડિયમ પટ્ટી લગાવી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.