Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા કક્ષાના ૧૪માં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૪ને ૧૪માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને વ્યારા આર્ટ્સ & કોમર્સ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ”ની થીમ સાથે જિલ્લા કક્ષાના ૧૪માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગે ‘રાષ્ટ્રીય મતદાતા” દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, અર્બન વિસ્તરોમાં યુવા વર્ગને પોતાના કિંમતી મત અને પોતે જાગૃત નાગરીક તરીકે લોકશાહીમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત થાય તે માટે ચુંટણી પંચ દ્વારા ૨૫ જાન્યુઆરીએ ‘મતદાતા દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, જેમના ૧૮ વર્ષ પુર્ણ થયા હોય અથવા મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા તમામ યુવાનો અને નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા આગ્રહ કર્યો હતો. દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાનો અમુલ્ય મત આપે તે માટે ઉપસ્થિત સૌને અપિલ કરી હતી. આ પ્રંસગે ઉપસ્થિત સૌએ “મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” એમ સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચૂંટણીલક્ષી અને મતદારયાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તથા સિનિયર સિટિઝનોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.