મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બાજીપુરા ગામની સીમમાં કોંકણવાડથી બાજીપુરા તરફ આવતાં રસ્તા ઉપર એક કાર ચાલકે પોતાની કાર ઉભી રાખી મોપેડ બાઈક ચાલક મહિલાને ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાના રૂપવાડા ગામના પાદર ફળિયામાં રહેતી દીપિકાબેન સંકેતભાઈ તિવારી (ઉ.વ.34)નાંઓ ગત તારીખ 17/01/2024નાં રોજ પોતાની એક્સેસ મોપેડ બાઈક નંબર GJ/26/R/9123ને લઈ મઢી ખાતે જતાં હતા.
તે સમયે વાલોડનાં બાજીપુરા ગામની સીમમાં કોંકણવાડથી બાજીપુરા તરફ આવતાં રસ્તા ઉપર એક કાળા કલરની થાર કાર નંબર GJ/19/BJ/2914નો ચાલક રમેશ ઉર્ફે રામુ લવમહારાજ મિશ્રા (રહે.સુરાલી ગામ, માર્કેટ યાર્ડ, તા.બારડોલી)એ કાર ઉભી રાખી કારનો કાચ નીચે ઉતારી દીપિકાબેન તિવારીને ગમે તેવી ગંદી ગાળો બોલી અને બીજી વખત મળશે તો તને તારા પરિવારને ઉડાવી દઈશ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે દીપિકાબેન સંકેતભાઈ તિવારી નાંએ વાલોડ પોલીસ મથકે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.




