નિઝરના આમોદા ગામ અને વેલદા ગામમાંથી જુગાર રમાડનાર બે જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસે શનિવારના રોજ જુગાર રમાડતા બે જુગારીઓને પોલીસ રેઈડમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પહેલા બનાવમાં પોલીસે આમોદા ગામે રહેતા અજમ્યાભાઈ જુગાભાઈ પાડવી નાનો પોતાના ઘરની સામે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતનો લખી જુગાર રમતો ઝડપી પાડ્યો હતો.
જયારે બીજા બનાવમાં વેલદા ગામ દવાખાના ફળિયામાં રહેતો ગુલાબભાઈ બુધ્યાભાઈ પાડવી નાંઓ પોતાના અંગત ફાયદા માટે કેટલાક ઈસમોને મુંબઈ ટાઈમ બજારથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર આંકો લખી જુગાર રમાડનાર ઝડપાયો હતો. આમ, પોલીસે બંને જુગારીઓ પાસેથી જુગાર રમાડવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




