સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી ગત તારીખ 28/01/2024નાં રોજ શિક્ષક સહકાર ભવન સોનગઢ ખાતે યોજાઇ હતી આ ચૂંટણીમાં શિક્ષકોની સમર્થ પેનલ અને શિક્ષક હિત પરિવર્તન પેનલે ભાગ લીધો હતો જેમાં સોનગઢ તાલુકાના કુલ 804 શિક્ષક મતદારો પૈકી 726 જેટલા શિક્ષકોએ મતદાન કરતા 90 ટકા મતદાન થયું હતું આ ચૂંટણીમાં સમર્થ પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.
સમર્થ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ ગામીતને 522 મત, મહામંત્રી પદના ઉમેદવાર વિજયભાઈ ચૌધરીને 454 મત, કાર્યવાહક પ્રમુખના ઉમેદવાર મોહનભાઈ ગામીતને 426 મત, નાણામંત્રીના ઉમેદવાર નવીનભાઈ ગામીતને 475 મત, ઉપપ્રમુખ પદના ઉમેદવાર હિતેશભાઈ ચૌહાણને 463 મત, રાજુભાઈ ગામીતને 443 મત, રવિન્દ્રભાઈ ગામીતને 455 મત અને મહિલા પ્રમુખના ઉમેદવાર નર્મદાબેન ચૌધરીને 460 મત મળતા સમર્થ પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા જંગી બહુમતીથી જીતાડવા બદલ સમર્થ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ ગામીત તેમજ સમર્થ પેનલના તમામ વિજેતા ઉમેદવારોએ તમામ શિક્ષક-ભાઈ બહેનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




