Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કુકરમુંડા તાલુકાની ફૂલવાડી ગ્રામ પંચાયતમાં મનરેગામાં ગેરરીતિ મામલે જવાબદારો સામે કાર્યવાહી માંગ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાનાં છેવાડામાં વસતો કુકરમુંડા તાલુકાની ફૂલવાડી ગ્રામ પંચાયતમાં મનરેગાના કામોમાં અને બોગસ જોબ કાર્ડ, બોગસ બેંક ખાતાધારકો સહિતની કથિત ગેરિરીતિઓ વર્ષ-2016માં થઈ હોવાની ફરિયાદ જે તે સમયે થવા છતાં કોઈપણ કસૂર વારો સામે પોલીસ ફરિયાદ થઈ નથી, જ્યારે અન્ય નાની ગ્રામ પંચાયતોમાં મનરેગામાં નાણાં ઉચાપત અંગે જી.આર.એસ. સામે પોલીસ ફરિયાદો થઈ છે ત્યારે જવાબદાર અન્ય અધિકારો સામે પણ કાર્યવાહી થાય તેવી માંગણી સાથે કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને જાગૃત નાગરિકોએ આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કુકરમુંડા તાલુકામાં સમાવિષ્ટ ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં વર્ષ-2016નાં બે માસમાં મનરેગા યોજના હેઠળ 44 જોબ કાર્ડધારકો લાભાર્થીઓના નામે મસ્ટરમાં રોજગારીના નામે હાજરીઓ બતાવી, બોગસ લાભાર્થીનાં બેંક ખાતામાં રોજગારીનાં રૂપિયા 52,550 ટાર્ગેટ કરી જેમાં મનરેગા હેઠળ કાર્યવાહી થઈ છે, જ્યારે સૌથી મોટી ગ્રામ પંચાયત ફૂલવાડીમાં મનરેગા યોજના હેઠળ ગેરરીતિ થવા છતાં કોઈપણ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હોવાના આક્ષેપ થયા છે નાના કોન્ટ્રાક્ટ એકાઉન્ટ નંબર હતા જે તમામ બોગસ અને ફરજી એટલે કે બીજા ઈસમો ના હોવાના આક્ષેપ થયા છે જેથી આ અંગે તટસ્થ તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહીએ થાય તેવી માંગણી કરી છે.