તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

ઉચ્છલ તાલુકાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી જિલ્લાના છેવાડે આવેલા ઉચ્છલ તાલુકાની વિવિધ શાળાઓમા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ટોકરવા નેસુ અને કાટીસકુવા પ્રાથમિક શાળા, નારણપુરા મુખ્ય શાળા, કરોડ પ્રાથમિક શાળા ખાતે આગ, પુર, ભુકંપ, જેવી આપત્તિના સમયે કેવી રીતે પોતાનો અને બીજા લોકોનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને સોનગઢ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા મેગા ઇવેન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકો, શિક્ષકો અને વાલીઓને આગ, પુર જેવી ઘટના બને ત્યારે કેવી રીતે એકબીજાને મદદરૂપ બનવુ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બચાવ કામગીરીના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે બાકોળોને લાઇવ ડેમોટ્રેશન બતાવવામાં આવ્યું હતુ. આ સાથે આપત્તિને લગતા પોસ્ટરો પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ અધિકારીશ્રી કરન ગામીતે શાળા સલામતી કાર્યક્રમનો હેતુ, મહત્વ, ઈમરજન્સી સમયે કોના કોના ફોન નંબર પોતાની પાસે હોવા જોઈએ? તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.

નોંધનિય છે કે, ઉચ્છલ તાલુકાના કેટલાક ગામો તાપી નદિના કિનારે વસેલા છે. આવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં આગ લાગવાની તેમજ ચોમાસાની ઋતુમાં પુર આવવા જેવી ઘટનાઓ સમયાંતરે સર્જાતી હોય છે. ત્યારે શાળા સલામતી સપ્તાહ જેવા કાર્યક્રમો દ્વારા આપવામાં આવતી માહિતી અને ડેમોટ્રેશન આવા વિસ્તારો માટે ઘણા ઉપયોગી બની રહે છે. શાળા સલામતી સપ્તાહ ૨૦૨૪ના કાર્યક્રમમાં જિલ્લા ડિઝાસ્ટરના અધિકારી કરન ગામીત, સોનગઢ નગરપાલિકા ફાયર વિભાગની સમગ્ર ટીમ અને વિવિધ શાળાના બાળકો, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.