તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

ખેડા જિલ્લાની 9 ITIના 350થી વધુ કર્મચારીઓ પડતર માંગણીઓને લઇ કાળી પટ્ટી પહેરી આંદોલનમાં જોડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજનાના કર્મચારી મંડળ વર્ગ-3ના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા લોકસભાની ચૂંટણી પહેલાં જ આ વર્ગના કર્મચારીઓએ રાજ્ય વ્યાપી આંદોલન શરૂ કર્યું છે. જેમાં ખેડા જિલ્લાની 9 ITIના 350થી વધુ કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી પહેરી આ આંદોલનમાં જોડાયા છે. સાથે આગામી તારીખ 22 ફેબ્રુઆરીએ પેનડાઉન કરશે તેવી ચિમકી પણ સૌ એ ઉચ્ચારી છે.

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજનાના કર્મચારી મંડળ વર્ગ 3ના કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે, આચાર્ય વર્ગ-2ના પ્રમોશન માટેની ખાતાકીય પરીક્ષા રદ કરી પ્રમોશન/ઉચ્ચતર આપવા, આઇ.ટી.આઇ ખાતેના કર્મચારીઓની બદલી કરવી, પ્રથમ દ્વિતિય ત્તૃતિય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવુ, સુ.ઇ.માથી ફો.ઇ ના પ્રમોશન, આસી.સ્ટોરકીપરમાંથી સ્ટોરકીપરમાં પ્રમોશન આપવા, ફિક્સ પે કર્મચારીઓના ફુલ પગારના આદેશ કરવા, બજેટ માંગણી નંબર 95/96 અંતર્ગત થતા કર્મચારીઓના પગાર સમયસર થવા બાબત અને કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ સમયસર મંજુર કરવાની માગણી જે  લાંબા સમયથી પેન્ડીંગમા છે.

જેનો કોઇ જ નિકાલ ના આવતા રાજ્યવ્યાપી આંદોલનનું શસ્ત્ર કર્મચારીઓએ ઉગામ્યું છે. જે મુજબ 19 ફેબ્રુઆરીએ આજથી 20 ફેબ્રુઆરી એમ-બે દિવસ આઈટીઆઈના કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી ફરજ પર આવશે. તારીખ 21 ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ પોતાની લાગણી અને માગણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી અને મંત્રીઓ સુધી સોશિયલ મિડિયાનો સહારો લઈને મેઈલ અને ટ્વીટ કરશે. જ્યારે 22મી ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ પોતાને થતા અન્યાય મામલે ‘પેન ડાઉન’ કરશે.