Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગર સચિવાલયની બહાર યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ, ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે નીચે ઉતારી લેવાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની થોડી ક્ષણો પહેલા ગાંધીનગરમા મોટી ઘટના બની હતી. ગાંધીનગર સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા યુવક સચિવાલય ગેટની બહાર એક વૃક્ષ પર ચઢી ગયો હતો. મહામહેનતે યુવકને ઝાડ પરથી નીચે ઉતારી લેવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવકે સચિવાલયની બહાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આપઘાત કરવા યુવક ઝાડ પર ચઢ્યો હતો. યુવકને જોઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકે ગળે ફાંસો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક વલસાડનો હોવાનુ સામે આવ્યું છે. જમીનની બાબતે ઈસ્યુ હોવાના કારણે તે ઝાડ પર આપઘાત કરવા ચઢ્યો હતો.