અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં ચોરીનો પ્રયાસ થયો હતો. બારીમાં થઈને બે યુવકો બેંકમાં ઘૂસ્યા હતા. બેંકમાં ઘૂસીને બંનેએ બેંકના એટીએમ પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીમ તૂટી શક્યુ નથી. બંને યુવકો તોડવા માટે હથીયારોથી સજ્જ થઈને આવ્યા હતા. જોકે બેંકમાંથી ચોરી કર્યા વિના જ પરત ફરવુ પડ્યુ હતુ. બેંક લૂંટવાનો પ્રયાસ કરનાર બંને યુવકોની સીસીટીવી આધારે નિકોલ પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં બે યુવકો કરણ ઠાકોર અને જયેશ ઠાકોર હોવાનું સામે આવ્યુ હતુ. બંને યુવકો સ્થાનિક કઠવાડા ગામના જ હોવાનું ખૂલ્યુ છે. આ બંને યુવકોને દેવું થઇ જવાને લઈ તેઓ દેવું ભરવા માટે થઈને બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.




