તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ફરી એકવાર ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે વિવિધ સ્થળો દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ફરી એકવાર ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે વિવિધ સ્થળોએ તવાઇ બોલાવી છે. રાજકોટમાં આયકર વિભાગે બિલ્ડર લોબીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. બેનામી વ્યવહારો થતા હોવાની શંકામાં 15 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં બિલ્ડર લોબી પર ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. બિલ્ડર દિલીપ લાડાણી, ઓરબીટ ગ્રુપ સહિત 15 સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ શરુ કરી છે. વહેલી સવારથી IT વિભાગની કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આવકવેરા વિભાગને બેનામી વ્યવહારો મોટા પ્રમાણ થયા હોવાની શંકા છે. જેના આધારે આ તપાસ શરુ કરવામાં આવી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં ખેડા અને આણંદ જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરતના IT વિભાગે એશિયન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.