Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દાહોદના ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું, પાર્ટીમાં અવગણના થતી હોવાનો મનીષ તાવિયાડએ આરોપ મુક્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક એક નેતાઓ રાજીનામુ આપી રહ્યાં છે. ત્યારે દાહોદના ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ તાવિયાડનું રાજીનામું આપ્યુ છે. પાર્ટીમાં અવગણના થતી હોવાનો મનીષ તાવિયાડએ આરોપ કરતા રાજીનામું આપ્યુ છે. આ સાથે આગામી સમયમાં કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કદાવર નેતા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કોંગ્રેસને અલવિદા કહેશે તેવી માહિતી છે.બીજી તરફ દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મુળુ કંડોરિયા કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની લડી ચૂક્યા છે. તેમજ મુળુ કંડોરિયા સાથે અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા છે.