Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજકોટના બજારમાં રત્નાગિરીની હાફૂસ કેરીનું આગમન : 15 એપ્રિલથી બજારમાં કેસર કેરી પણ આવી શકે છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉનાળાની શરુઆત પહેલા બજારમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયુ છે. રાજકોટના બજારમાં રત્નાગિરીની હાફૂસ કેરીનું આગમન થયુ છે. આ વર્ષે બજારમાં એક મહિના પહેલા જ હાફૂસ કેરીનું આગમન થઈ ગયુ છે. આ વર્ષે કેરીના ડઝનના ભાવ રુપિયા 1200થી 1500 હોવાનું સામે આવ્યુ છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો ભાવ ઓછો હોવાનો વેપારીઓનો મત છે. 15 એપ્રિલથી બજારમાં કેસર કેરી આવી શકે છે.  એક વેપારીએ જણાવ્યુ કે આ વર્ષે કેરીનો પાક સારો થયો છે. તેમજ આ કેરીનો ડઝનનો ભાવ કેરીની સાઈઝ મુજબ નક્કી કરવામાં આવે છે. તેમજ આ વર્ષે કેરીનો ભાવ ઓછો છે.