તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

મુંબઈમાં વૃદ્ધ મહિલાની હત્યા, પોલીસને નોકર પર શંકા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ અને સલામત વિસ્તારો પૈકીના એક નેપિયન સી રોડ પર સ્થિત એકાંત હાઈટ્સ બિલ્ડિંગમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. નેપિયન સી રોડ દક્ષિણ મુંબઈમાં સ્થિત છે, જ્યાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ રહે છે. પોલીસે જણાવ્યું કે મૃતક મહિલાનું નામ જ્યોતિ શાહ છે, જેની ઉંમર 63 વર્ષ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાના પતિનું નામ મુકેશ શાહ છે, જે જ્વેલરી શોરૂમનો માલિક છે. મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ મામલામાં મલબાર હિલ પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ વૃદ્ધ દંપતીએ થોડા દિવસ પહેલા એક નોકર રાખ્યો હતો જે હાલમાં ગુમ છે. પોલીસ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આ કેસમાં સંબંધિત લોકોની પૂછપરછ કરી રહી છે.