તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

અફઘાનિસ્તાન બેંકમાં હુમલાખોરે પોતાની જાતને ઉડાવી : 3 લોકોના મોત, અનેક ઘાયલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ગુરુવારે એક પ્રાઈવેટ બેંકમાં એક વ્યક્તિએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. આ આત્મઘાતી હુમલામાં 3 લોકોના મોત થયા હતા. ત્યાં હાજર અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં એક ખાનગી બેંકમાં ગુરુવારે એક વ્યક્તિએ બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી હતી.

જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી કે સરકારના કંદહાર ઈન્ફોર્મેશન એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટના વડા ઈનામુલ્લા સામંગાનીએ જણાવ્યું હતું કે તમામ પીડિત લોકો તેમના માસિક પગાર લેવા માટે ન્યૂ કાબુલ બેંકની શાખામાં ગયા હતા. તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ પણ આત્મઘાતી હુમલાની પુષ્ટિ કરી છે. જો કે, તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

હુમલાની જવાબદારી હાલ કોઈ જૂથે લીધી નથી. તાલિબાનના મુખ્ય હરીફ ઈસ્લામિક સ્ટેટે ભૂતકાળમાં શાળાઓ, હોસ્પિટલો, મસ્જિદો અને શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારો પર હુમલા કર્યા છે. કંદહાર શહેર અફઘાનિસ્તાનના શાસકો માટે આધ્યાત્મિક અને રાજકીય કેન્દ્ર છે, કારણ કે તાલિબાનના ટોચના નેતા મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા આ શહેરમાં રહે છે અને મુખ્ય મુદ્દાઓ પરના તેમના નિર્ણયો કાબુલમાં બેઠેલા અધિકારીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. મહત્વનું છે કે હાલમાં અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન છે અને હાલ દેશમાં ઈસ્લામીક શાસન ચાલી રહ્યું છે. તાલીબાનની સરકાર બની પછી અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને મોટા ભાગના નિર્ણયો અજીબ છે, જેમાં મહિલાઓને ભણવા નહીં દેવાનો, બ્યુટીપાર્લર નહીં જવાનો વગેરે નિર્ણયો સમાવેશ થાય છે.