Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરામાં કાર ચાલકે ટુવ્હીલરને અડફેટે લેતાં દંપતિ સહિત 2 બાળકને ઈજા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે અકસ્માત સર્જી ટુવ્હીલરને અડફેટે લીધું હતું. અકસ્માતને પગલે ટુવ્હીલર પર સવાર દંપતી અને તેમના બે બાળકો રસ્તા પર ફંગોળાયા હતા અને પટકાવાને લીધે ઈજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માત બાદ. દંપતીનું ટુવ્હીલર કારમાં ફસાઈ ગયું હતું. કાર ચાલકે ટુવ્હીલરને 2 કિલોમીટર સુધી ઢસડ્યું હતું. જો કે હીટ એન્ડ રનની આ ઘટના CCTV કેમેરાઓમાં કેદ થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ જે.પી રોડ પોલીસે કાર ચાલક અનવર પાલને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે. આરોપીની કારમાંથી પોલીસને ગ્લાસ તેમજ કોલ્ડ્રીંક્સની બોટલ પણ મળી આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.