સુરતનાં ઉધના વિસ્તારમાં મહાનગર પાલિકાની કચરાની ગાડીએ રાત્રે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 13 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આ વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરતના ઉધનામાં મહાનગર પાલિકાની કચરાની ગાડીએ 13 વર્ષના કિશોરને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.
મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતો 13 વર્ષીય કાર્તિક નેહેતે બુધવારે રાત્રે પોતાની બહેનો સાથે મોપેડમાં ઘરની નજીક સોડા પીવા નીકળ્યો હતો. આ દરમિયાન SMCની કચરાની ગાડી અચાનક પૂરપાટે ઝડપે આવી અને ટર્ન લીધો અને સીધી જ મોપેડ સાથે અથડાઈ. આ ટક્કરના કારણે કાર્તિક અને તેની બહેન મોપેડમાંથી નીચે પડ્યા જેમાં કાર્તિકનું ઘટના સ્થળ જ મોત નિપજ્યું હતું અને બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી કચરાની ગાડીના ચાલક વિરૂદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.
