વાપી તાલુકાનાં બલીઠા, ભંડારવાડ, ભરતભાઈની ચાલીમાં રહેતી અને મૂળ અર્જુનપુર, ઉત્તરપ્રદેશની ૨૫ વર્ષીય સુમનબેન રામદવર પ્રજાપતિ તારીખ ૨૮-૦૩-૨૦૨૫ નારોજ રાત્રે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કશે જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત ફર્યા નથી. તેઓ શરીરે મધ્યમ બાંધાના અને રંગે ઘઉંવર્ણ હોવા સાથે ૫ ફૂટ ૧ ઇંચ ઊંચાઈ ધરાવે છે. તેમણે કાળા કલરનો પંજાબી ડ્રેસ અને વાદળી કલરનો દુપટ્ટો પહેરેલો હતો અને તેઓ હિન્દી ભાષા જાણે છે.




