ભાવનગરમાં લિફ્ટમાં ફસાઇ જતાં 6 વર્ષના બાળકનું મોત નિપજતાં છે અને બાળકને પોસ્ટમોર્ટમ બાદ બાળકના મૃતદેહને માતા-પિતાને સોંપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં એક બાળક લિફ્ટમાં ફસાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં બે દિવસની સારવાર બાદ બાળકે દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. ક્યારેક માતા-પિતા પોતાના બાળકોને લિફ્ટમાં એકલા મોકલી દેતા હોય છે. ત્યારે અચાનક લિફ્ટમાં ખામી સર્જાતા બાળક ગભરાઇ શકે છે તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતા જીવ ગુમાવવાનો વારો આવે છે.
