તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

એક 62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યો, નકલી પોલીસ બનીને ઢોરમાર માર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભુજમાં એક વૃદ્ધ વ્યક્તિ હનીટ્રેપનો શિકાર બન્યાં હતાં. માત્ર યુવાનો જ નહીં પરંતુ આધેડ વયના લોકો સાથે વૃદ્ધો પણ આનો શિકાર બની રહ્યાં છે. સરહદી કચ્છના ભુજ તાલુકાના સમૃદ્ધ એવા સુખપર ગામના એક 62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ નકલી પોલીસ બનીને ઢોરમાર માર્યો અને ડરાવી-ધમકાવીને 60 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કમલેશ દયાપ્રસાદ વર્મા, ભગવતકુમાર ઓમપ્રકાશ રાણા અને મુસરા મજીદખાન પઠાણની ધરપકડ કરી લીધી છે. જયારે નકલી પોલીસ બનેલી એક મહિલાને ઝડપી લેવા છાનબીન આદરવામાં આવી છે. અગાઉ હનીટ્રેપના ગુનામાં સામેલ હેમલતા આ વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવીને મુસરાના ફાર્મહાઉસમાં લઈ ગઈ હતી. જ્યાં નકલી ખાખી વર્દી પહેરીને કમલેશ અને ભગવત નામના વ્યક્તિઓ આવ્યા હતાં. આ લોકોએ વૃદ્ધને ડંડાથી માર મારીને રિવોલ્વર બતાડી ધમકાવીને પતાવટ કરવા પેટે ત્રણ લાખ રૂપિયા માગ્યા હતાં.ઝડપાયેલા ત્રણેય આરોપી ભુજના આશાપુરા નગર, ગીતા કોટેજીસ વિસ્તારમાં રહેવાસી છે. કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલી ત્રણ દિવસની રિમાન્ડ દરમિયાન ગહન પૂછપરછમાં તેમણે આ રીતે અગાઉ અન્ય કેટલાં ગુના કર્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 204, 115, 117, 308(05), 61 (2), 296(બી), 351(3) અને આર્મ્સ એક્ચ કલમ 25(1-બી)(એ) હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે, આવી રીતે હનીટ્રેપનો શિકાર ના બનીએ તે માટે ખાસ તકેદારી રાખવામાં અપીલ કરવામાં આવી છે.