રાજ્ય સરકારની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર હસ્તકની નોકરી માટેની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે રેવન્યુ તલાટીની ભરતીની નિયમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રેવન્યુ તલાટી વર્ગ 3ની જગ્યા માટે 12 પાસની શૈક્ષણિક લાયકાત માન્ય હતી પરંતુ હવે સરકારે રેવન્યુ તલાટી માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની કરી નાખી છે. તે ઉપરાંત રેવન્યુ વિભાગે ઉંમર મર્યાદામાં પણ વધારો કર્યો છે, પૂર્વે 33 વર્ષની ઉંમર મર્યાદા હતી તેને સ્થાને હવે 35 વર્ષની ઉંમરમર્યાદા કરી દેવામાં આવી છે.આ અંગે રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.



