વ્યારાનાં કપુરા ગામની સીમમાં રાઈસ મીલની સામે ઉનાઈ વ્યારા રોડ ઉપર બાઈક ચાલક યુવકને પાછળથી આવી કન્ટેનર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ઉમરવાવ નજીક ગામનાં ગામીત ફળિયામાં રહેતા યુવક જીતુભાઈ નરેશભાઈ ગામીત નાંઓ પોતાની બાઈક નંબર જીજે/૨૬/એજી/૭૦૦૮ને લઈ ડોસવાડા ગામે પોતાની બહેનને લેવા માટે જતાં હતા. 
જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક જીતુભાઈને જમણા પગના ઘૂંટણ પાસે ફ્રેકચર થયું હતું તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તથા શરીરે પણ નાનીમોટી ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું ટેન્કર લઈ સ્થળ ઉપર ભાગી છુટ્યો હતો. બનાવ અંગે નરેશભાઈ નગીનભાઈ ગામીત નાંએ વ્યારા પોલીસ મથકે ટેન્કર ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો આગળની તપાસ હાથ ધરી હતી.



