કુકરમુંડાનાં પિશાવાર ગામની સીમમાં પ્રકાશા તરફ જતાં રોડ ઉપરનાં એક ખેતર પાસે નેશનલ હાઈવે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચતા યુવકનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં સદગવાણ ગામમાં રહેતો ૨૭ વર્ષીય યુવક અજય વિજયભાઈ પવારનો તારીખ ૧૬/૦૫/૨૦૨૫ નાંરોજ હોન્ડા કંપનીની નંબર વગરની બાઈક લઈને નીકળ્યા હતા.
તે સમયે પિશાવાર ગામે પ્રકાશા તરફ જતાં રોડ ઉપર છોટુભાઈ ધર્માભાઈ પાટીલનાં ખેતર પાસે નેશનલ હાઈવે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજયની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે અકસ્માતમાં બાઈક ચાલક અજયને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમજ ડાબા પગે ઘુટણથી નીચે નળો તૂટી જતાં તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગુરુદત્તભાઈ સુપાભાઈ પાડવી નાંએ કુકરમુંડા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધાવ્યો હતો.
