વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-૫૩ પર બારડોલીથી વ્યારા તરફ જતાં ટ્રેક પર બાઈક ચાલક વૃદ્ધને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક વૃદ્ધનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
તે સમયે ગુલશન સદાનંદભાઈ ગામીત (રહે.ટાપરવાડા ગામ, સોનગઢ)નાંએ પોતાના કબ્જાની કાર નંબર જીજે/૨૬/એબી/૭૨૩૪ને ચલાવી લાવી જયંતીભાઈની બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં જયંતીભાઈને માથમાં ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્ર નયનભાઈ પટેલએ કાર ચાલક ગુલશન ગામીત સામે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
